Wednesday, November 7, 2018

આતંકવાદ ને નાથવા પર્યટન નું ઓસડ


કાશ્મીર માં આતંકવાદ ને ડામવા સરકારે પર્યટન નો સહારો લીધો છે.  છેલ્લા લાંબા સમયથી અખબાર અને મીડિયામાં કાશ્મીર માં ફેલાયેલી અરાજકતા તેમજ રાજકીય અસ્થીરતા અને એનકાઉંટર ના સમાચાર છપાઈ રહ્યાં છે. જેને કારણે પર્યટકોએ ધરતીના સ્વર્ગ થી પોતાનો છેડો ફાડવાની શરૂઆત કરી દીધી છે. ગત વર્ષ ની સરખામણી માં આ વર્ષે પર્યટકો ની સંખ્યા ઓછી રહી છે.  મોજુદા કેન્દ્ર સરકારે આતંકવાદીઓને બંદૂકના નાળચે લીધા છે.  આવા સમયે કાશ્મીર મા પર્યટકો પાછા નહી ફરે અને અહીંની ઈકોનોમી વધુ પૈસા નહિ ઠલવાય તો પરિસ્થિતિ વણસી શકે તેમ છે.
આ આખી પરીસ્થીતી ને ધ્યાન માં લઈ કેન્દ્ર સરકાર અને મોજુદા પ્રશાસને ગવર્નર ની આગેવાની માં શિયાળા ના સમય માં પણ ટુરીઝમ ને પ્રોત્સાહન આપવા ભરપુર પ્રયાસો શરુ કર્યા છે.  કેન્દ્ર સરકારે કાશમીર ટુરીઝમ ને આગળ વધારવા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે.  અત્યાર સુધી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા ખર્ચ થઇ ચુક્યા છે અને આવનાર દિવસોમાં વધુ ૪૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવનાર છે. આ પરિસ્થીતી માં કાશ્મીર પ્રશાસને ઓટમ ફામ ટૂર ની જાહેરાત કરી છે.
પ્રશાસન ની આ જાહેરાત થી ઘણા લોકો ને આશ્ચર્ય થયું છે કે શીયાળા ની કળકળતી ઠંડી માં કાશ્મીર માં પર્યટન શી રીતે શક્ય છે? પરંતુ આ તમામ સવાલો ના જવાબ મોજુદા ગવર્નર સત્યપાલ મીલક પાસે છે. દલીલ અપવામાં આવી છે કે જ્યારે ચિનાર ના પાંદડા લાલઘૂમ થઈ હવાના હળવા ઝોંકા સાથે જમીન ઉપર પડતા હોય છે અને  આ સૂકા પાંદડાને કારણે જમીન આખી લાલ-પીળી થઈ ગયેલી દેખાય ત્યારે કાશ્મીર ખીણમાં બે મહિના માટે પ્રકૃતિ એક નવો જ રંગ ધારણ કરે છે. બસ આજ સમય ગાળા દરમ્યાન પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષવા ના પ્રયાસ ચાલુ છે. પાનખર ઋતુ સમયે કાશ્મીરનો મિજાજ કેવો હોય છે અને તેનો આનંદ શી રીતે ઉઠાવી શકાય તેની બહોળી પ્રસિદ્ધિ માટે દેશભરમાંથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીઓ  અને પત્રકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.  પર્યટકોને આકર્ષિત કરવા માટે શ્રીનગરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને ગોલ્ફ કોર્સ ને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે.  કાશ્મીરમાં પ્રવાસનને આગળ ધપાવવા ગવર્નર સત્યપાલ મલીક ખુદ  લોકોને સંબોધી રહ્યા છે અને સ્ટેક હોલ્ડરો સાથે ચર્ચા કરી રહ્યા છે. કાશ્મીરની વખણાયેલી ( હાલમાં ભુલાઈ ગયેલી ) તમામ વસ્તુઓ લોકો સામે પ્રદર્શિત કરવામાં આવી છે.  સંતુર વાદન,  કાશ્મીરી કાલીન,  મોગલ ગાર્ડન ના ફૂલો, પશ્મીના શાલ વરેગે ની લોકો ને યાદ અપાવવામાં આવી રહી છે.  કાશમીર ટુરીઝમ ના પ્રચાર માટે પોસ્ટલ સ્ટેંપ પણ જાહેર કરવામાં આવી છે.  જેથી કાશ્મીરના શીયાળા ના રંગો ટપાલ ની સાથે લોકોના ઘરે પહોંચે.
સામાન્ય રીતે ઉનાળુ વૅકેશન એટલે કે માર્ચ મહિના થી શરૂ કરીને જૂન મહિના ના પહેલાં સપ્તાહ સુધી  પર્યટક કાશ્મીર ની મુલાકાત લેતા હોય છે.  આ ઉપરાંત અમુક પર્યટકો ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માં પણ કાશ્મીરની મુલાકાત લેતા હોય છે. આ મહિનાઓ દરમ્યાન કાશ્મીર ની આબોહવા ખુશનુમા હોય છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર માં આતંકવાદ પણ કંઈક પ્રમાણ માં ઓછો હોય છે.  જેનું પ્રમુખ કારણ સામાન્ય નાગરિક ની  રોજીરોટી સાથે સંકળાયેલું છે. પર્યટકો ના ધસારાને કારણે મહદંશે કાશ્મીરના નાગરિકો વ્યવસાય માં જોતરાયેલા રહે છે.  આતંકવાદીઓ પર્યટકો પર હુમલો કરી સામાન્ય નાગરિક ની રોજીરોટી  છીનવી લેવાની હિંમત કરતા નથી કારણકે આમ કરવા જતાં સામાન્ય નાગરિક ની ખફાગી  વહોરી લેવી પડે તેમ છે,  જે  આતંકવાદીઓ માટે નકારાત્મક બાબત છે.  આ વસ્તુ ને ધ્યાન માં રાખીને યુવ વર્ગ ને પ્રોત્સાહન આપવા માટે અને સામાન્ય નાગરિકોને વર્ષ આખું પર્યટન થકી રોજીરોટી મળી રહે તે માટેના પ્રયાસ શરૂ કરાયા છે.
 કાશ્મીર ની જીડીપી માં પર્યટન થી આવતો ફાળો 7.1 ટકા નો છે. આ ઉપરાંત પર્યટકો દ્વારા કરાતા ખર્ચ ને કારણે લોકો ની કમાણી વધી જાય છે. પરંતુ પર્યટન ની મોસમ માત્ર 6 મહીના છે. પર્યટન માટે નો આ સમય ગાળો જો 6 માંથી વધી ને 9 મહીના થઈ જાય તો લોકો ની કમાણી ખાસ્સી વધી જાય તેમ છે.  સરકારના આ કાર્યક્રમમાં રંગમાં ભંગ પાડવા માટે હુર્રીયત, અલગાવવાદીઓ તેમજ આતંકવાદીઓ એ કંઈજ બાકી રાખ્યુ નથી. સરકારે જે દિવસે ઓટમ ફામ ટૂર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું તે જ દિવસે હુરિયત ના નેતાઓએ શ્રીનગર બંધનું એલાન આપ્યું. જેથી ઓટમ ફેસ્ટીવલ ની સાથે શ્રીનગર બંધ ના સમાચાર બધેજ છપાઈ જાય.  ટુરીઝમ વિભાગના અધિકારીઓ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ પોતાને દેશભક્ત ગણાવતો હોય અને કાશ્મીર ને ભારત  નું અવિભાજ્ય અંગ ગણતુ હોય તો ફેસબુક પર પોસ્ટ લખવાથી કામ નહીં બને. કાશ્મીર માં આવો, અહીંના લોકો ને રોજગાર આપો, પૈસા ખર્ચ કરો. આમ કરવા થી યુવા વર્ગ ના હોથ માંથી આપોઆપ બંદુક છુટી જશે. હવે જોવાનું એ રહે છે કે સરકારના આ પગલા ની સામે અલગાવવાદીઓ તેમજ આતંકવાદીઓ પોતાની દુકાન બચાવવા માટે શું નવો દાવ ખેલે છે.
જોકે શીયાળુ ફેસ્ટીવલ માટે પર્યટકો ને બોલાવતા પહેલા સરકારે હજુ વધુ તૈયાર કરવી પડશે. અતિરીક્ત  વીજળી ક્યાંથી લાવવામાં આવશે તે એક બહુ મોટો સવાલ છે . કારણકે વિન્ટર સીઝન માં કાશ્મીર માં 16 કલાક વીજળી કપાત લાગુ કરવામાં આવે છે.  આ ઉપરાંત કાશ્મીરમાં નાઈટ લાફ જેવું કશું જ નથી. અહીં સિનેમાઘરો પણ બંધ છે..  ક્રિકેટનું કોઈ મેદાન નથી.  આ પરિસ્થિતિમાં એક પર્યટક ચોખ્ખી હવા,  ઊંચા ઊંચા પહાડો,  લાલ પાંદડાઓ અને ફૂલો જેવી એક ની એક વસ્તુ ક્યાં સુધી જોશે? કાશ્મીરનો પર્યટન વ્યવસાય બારે મહિના ચાલુ રાખવો હોય તો મનોરંજનના વધુ સાધનો વિકસાવવા પડશે.

- જન્મભૂમિ અખબાર માં લેખક નો પ્રસીદ્ધ થયેલ લેખ. 

Wednesday, October 10, 2018

गुजरात में शेरों की मौत की असली वजह | why lions of Gir Lion Century are ...

अब तमाम चुनावों में हिंदुत्व ही बिकेगा और हिंदू को बेचने की कोशिश की जाएगी…


हाल फिलहाल के राजनीतिक परिदृश्य में सबसे ज्यादा चर्चा में रहने वाले डायलॉग कुछ एसे हैं.
राहुल गांधी जनेऊ धारी ब्राह्मण है “ “ मैं कैलाश मान सरोवर की यात्रा पर जाना चाहता हूं “ “  कांग्रेस की रगों में ब्राम्हण का खून है “ “ हम चुनाव जीत गए तो हर तह सील में गौ शाला बनेगी “ “ हमें मुस्लिम पार्टी के रूप में प्रोजेक्ट करने में अन्य दल कामयाब रहे “ “  नेपाल की होटल में राहुल गांधी ने मांस आहार किया “ “ BJP राम मंदिर बनाने के लिए कटिबद्ध है
इतने सारे डायलॉगसुनने के बाद देश के हिंदुओं को ऐसा लग रहा होगा कि राजनीति में अब उनके वोटों की अहमियत पहले से ज्यादा बढ़ गई है. साल 2019 तक देश के हिंदुओं को ऐसा भी लगेगा की राजनीति में सिर्फ हिंदुओं का ही बोल बाला है. बीजेपी हिंदुओं को मनाने के लिए सरकारी स्तर पर फैसले लेगी, वहीं कांग्रेस पार्टी अपने 50 सालों के एंटी हिंदू स्टैंडको धोने के लिए मंदिर-मंदिर माथा टेकेगी. लेकिन इस मौके पर यह सवाल तो बनता ही है कि तक साधुहिंदुत्व का बोल-बाला इतना ज्यादा क्यों बढ गया? इस सवाल का जवाब ढूंढने के लिए हमे 2014 के लोकसभा चुनाव के नतीजो का एनालिसीसकरना होगा. वोटिंग पैटर्न,  पूरे देश के वोटरों की पसंद- नापसंद, अलग-अलग पॉकेट में लोगों का बदला हुआ मिज़ाज, छोटे-छोटे राजनीतिक दलों की अगली रणनीति यह सब कुछ अब हमारे सामने है. हालांकि इन तमाम आंकड़ों का एनालिसीसहोने में करीब 3 साल जितना वक्त लग गया. लेकिन अगली राजनिती इसी के आधार पर होनी है.
साल 2014 के लोकसभा चुनाव के नतीजे बीजेपी के लिए अप्रत्याशित रहे इसकी वजह सिर्फ और सिर्फ वोट बैंक पॉलिटिक्सहै. आज़ादी के बाद से साल 2014 तक हिंदू वोट बैंक हमेशा बटा रहा. जबकि मुस्लिम, दलित, आदिवासी और अन्य वोट बैंक कांग्रेस के साथ खड़े दिखे. यही वजह थी कि साल 2014 तक देश की राजनीति में कांग्रेस का दबदबा था. प्रधानमंत्री नरेंद्र मोदी जब गुजरात के मुख्यमंत्री हुआ करते थे तब उनकी छाप एक हिंदू नेता के रूप में  थी. विकास तो सिर्फ एक बहाना था, गुजरात का मॉडल दुनिया को दिखाना था. चमचमाती हुई सड़कें, 24 घंटा बिजली, नर्मदा परियोजना, सिंचाई के लिए केनल का नेटवर्क और उद्योगपतियों द्वारा अरबों का निवेश. इसी फार्मूले पर प्रधानमंत्री के रुप में गुजरात के मुख्यमंत्री नरेंद्र मोदी को पेश किया गया. उत्तर प्रदेश की जन सभाओं में मंच पर भगवान श्री राम की तस्वीर लगी रहती थी. प्रचार करते वक्त प्रधानमंत्री नरेंद्र कई बार भगवे रंग के जैकेट, खादी के केसरी रंग के कपड़े, भगवे रंग की गड़ी इस तरह की वेषभूषा में नजर आते थे. इससे ठीक उलट भ्रष्टाचार से घिरी हुई कांग्रेस पार्टी मुसलमान,  दलित, आदिवासी और अन्य समुदाय के लोगों की खुशामद करते हुए नजर आई. नतीजा साफ दिखा हिंदू वोट बैंक एक हो गई जबकि अन्य तबके के मतदाता अलग-अलग पार्टियों के बीच में विभाजित हो गए. इसके बाद चंद सालों तक कांग्रेस पार्टी ने लोकसभा चुनाव के दौरान कि अपनी ग़लतियों को दोहराना जारी रखा. नतीजा साफ रहा, देश के 21 राज्यों में भारतीय जनता पार्टी की सरकार बन गई. कांग्रेस का शीर्ष नेतृत्व राहुल गांधी करेंगे यह फैसला नहीं होने तक कांग्रेस कमजोर थी. लेकिन अब मामला पलट गया है. अब कांग्रेस के शीर्ष नेतृत्व के पास सारे आंकड़े मौजूद हैं और पार्टी के भीतर भी नेताओं की लगाम कस ली गई है. नई रणनीति के तहत कांग्रेस पार्टी की नजर साल 2019 नहीं बल्कि साल 2024 के लोकसभा चुनाव पर हैं.  यही वजह है कि कांग्रेस पार्टी इस समय हिंदुओं की खुशामद खोरी में लगी हुई
है. एक जमाने में कपिल सिब्बल प्रेस कॉन्फ्रेंस के माध्यम से मीडिया के सामने बताते थे कि दलित, पिछड़े, मुस्लिम और अन्य छोटी जमात उनके साथ है ऐसे में उन्हें हिंदू वोटों की जरूरत ही नहीं है. यह कपिल सिब्बल इस समय हाशिए में धकेल दिए गए हैं. बाबरी मस्जिद का केस कपिल सिब्बल लड़ रहे थे जिससे लोगों के मन में यह भावना थी कि कांग्रेस राम मंदिर के खिलाफ है. अब कपिल सिब्बल राम मंदिर की सुनवाई के समय न कोर्ट जाते हैं और ना ही पत्रकार से बात करते हैं. कांग्रेस पार्टी का मकसद सिर्फ इतना है हिंदू वोट किसी तरह टूटे-बिखरे और उसमें  BJP के प्रति संभ्रम पैदा हो. दरअसल कोंग्रेस की इस नई राणनीति की शुरुआत गुजरात के चुनाव से हुई. गुजरात के चुनाव के दौरान कांग्रेस पार्टी ने मुसलमानों की खुशामद खोरी नहीं की.  पूरे चुनाव के दौरान गोधरा कांड या फिर साल 2002 के दंगों का उल्लेख तक नहीं किया. गुजरात पुलिस द्वारा किए गए इन काउंटरों के बारे में एक शब्द भी नहीं बोला.  इस से उलट राहुल गांधी मंदिर दर मंदिर भटक रहे थे. एक भी मस्जिद में उन्होंने माथा नहीं टेका. हार्दिक पटेल के साथ कांग्रेस
पार्टी कंधे से कंधा मिलाकर चल रही थी.  नतीजा बिल्कुल साफ रहा कि करीब 12 फ़ीसदी जितने पाटीदार मतदाता कांग्रेस के पास लौट आए. कांग्रेस चुनाव नहीं जीत पाई लेकिन उसे बीजेपी को बहुमत से दुर रखने का मंत्र  मिल गया. अब इसी रणनिती का दूसरा संस्करण मध्यप्रदेश और राजस्थान में देखने को मिल रहा है. प्रतिष्ठित संस्थानों से प्राप्त आंकड़ों के मुताबिक यह दोनों ही राज्य बड़े हद तक शाकाहारी हैं, यहां के वोटर हिंदूवादी मानसिकता के हैं और उन्हें लुभाना अब पहले की तरह आसान नहीं. इन तमाम समीकरणों को ध्यान में रखते हुए राजस्थान में कांग्रेस पार्टी ने ब्राम्हण राजनीति का दांव खेला है. कांग्रेस के नेता खुलकर बता रहे हैं कि कांग्रेस पार्टी की रगो में ब्राह्मण का खून है. यहां अब मुस्लिम खुशामद खोरी बंद हो चुकी है. कुछ ऐसा ही दाव मध्यप्रदेश में कमलनाथ ने खेला है. एक जमाने में बीजेपी के वरिष्ठ नेता अरुण शौरी ने बताया था कि बीजेपी का मतलब है कांग्रेस माईनस काऊ’. यानी कांग्रेस पार्टी में गाय का महत्व नहीं है इसी वजह से बीजेपी कांग्रेस पार्टी से अलग है. इसी फार्मूले पर अमल करते हुए कमलनाथ ने वादा किया है कि चुनाव जीतने पर वह मध्य प्रदेश  की हर एक तहसील में एक गौशाला खोलेंगे. राष्ट्रीय स्तर पर राहुल गांधी इस राजनीति को आगे बढ़ाते हुए कैलाश मानसरोवर की यात्रा पर निकल पड़े हैं. कांग्रेस पार्टी का मानना है कि हिंदुओं के वोट पाने के लिए उन्हें कुछ वक्त जरूर लगेगा लेकिन वह सफल होंगे. केंद्र सरकार ने एससी एसटी एक्ट में बदलाव कर दिया जिसके खिलाफ सवर्णों ने भारत बंद का ऐलान किया. इस भारत बंद में कांग्रेस के नेताओं ने पर्दे के पीछे बड़ी अहम भूमिका निभाई. कांग्रेस चाहती है कि हिंदुओं का एक बहुत बड़ा तबका बीजेपी को वोट ना दें. इसके लिए वह हर तमाम कोशिश कर रही है. कांग्रेस के इस बदले हुए तेवरों से बीजेपी में भी हड़कंप मचा हुआ है. यही वजह है कि कैलाश मानसरोवर की यात्रा से पहले राहुल गांधी ने नेपाल की होटल में मांसाहार का सेवन किया यह आरोप लगाया गया. हकीक़त यही है सत्ता में आने के बाद भी बीजेपी राम मंदिर नहीं बना पाई है. यदि हिंदू वोट बट गया तो अगले चुनाव से हिंदुओं का राजनीतिक महत्व हमेशा के लिए खत्म हो जाएगा. हिंदू बटेगातो राजनीतिक रूप से कटेगा’. अब यह फैसला देश के हिंदू संप्रदाय के लोगों को करना है कि उसे देश की कमान किसे सौंपनी है.

Monday, April 2, 2018

नए DP प्लान के माध्यम से बिल्डरों की खुल गई लॉटरी, अब किसी भी प्लॉट पर मिल सकती है 5:00 जितनी एफएसआय


·       महाराष्ट्र सरकार इन दिनों मुंबई के लिए नया DP प्लान बना रही है. लेकिन इस DP प्लान के तहत बहुत बड़े घोटाले को अंजाम दिया जा रहा है. जिसकी वजह से राज्य सरकार को हजारों करोड़ रुपए का नुकसान हो सकता है.
मामला है सेंट्रल बिजनेस डिस्ट्रिक्ट यानी c.b.d. का. सीबीडी यानी ऐसा इलाका होता है जिसे सरकार द्वारा व्यवसाय के लिए विशिष्ट इलाके के रूप में घोषित किया गया हो. जैसे कि बांद्रा कुर्ला कांप्लेक्स, नरीमन पॉइंट इत्यादि. इन इलाकों में बड़ी और ऊंची इमारत बनाने के लिए सरकार ज्यादा एफएसआय देती है.

नए डीपी प्लान में इन्हीं प्रावधानों के साथ छेड़छाड़ की गई है. दरअसल डीपी प्लान में 33(19) सेक्शन के तहत सेंट्रल बिजनेस डिस्ट्रिक्ट को अतिरिक्त एफएसआय देने के प्रावधान लिखे गए हैं. यूं तो इसमें साफ-साफ लिखा गया है कि Central बिजनेस डिस्ट्रिक्ट में कितने बडे प्लोट पर कितनी एसएसआई कितनी दी जा सकती है. लेकिन इसके रुल नंबर 5 में कुछ ऐसे नियम लिखे गए हैं जिसकी वजह से रिहाइशी इलाकों में भी अतिरिक्त f s i का रास्ता खुल गया है. रुल नंबर 5:00 में लिखा गया है कि जो भी प्लॉट चाहे वह निजी और रिहाईशी ही क्यों न हो यदि पालिका कमिश्नर चाहे तो उस प्लोट पर अतिरिक्त एफएसआय सेंट्रल बिजनेस डिस्ट्रिक्ट के आधार पर दे सकता है. इसका सीधा सीधा मतलब यह होता है की सरकार मनचाहे प्रोजेक्ट पर अतिरिक्त एफएसआय दे सकती है और मनचाहे प्रोजेक्ट पर एफएससाई न भी दे. यानी कि भ्रष्टाचार का रास्ता खुल गया और सरकार की तिजोरी में कम पैसा आएगा. स्क्वायर मीटर या उससे बड़े प्लॉट मालिकों के लिए यह एक लॉटरी से कम नहीं. क्योंकि सेंट्रल बिजनेस डिस्ट्रिक्ट कानून के तहत 5 एफएसआई मिलेगी और 20 फीसद अतिरिक्त f s i यानी फंजीबल f s i जोड दे तो कुल 6:00 एसएसआई तक का निर्माण हो पाएगा. यानी इमारत बुलंद होगी.

आमतौर पर रिहाइशी इलाके, कमर्शियल प्लाट और निजी प्लॉटों के ऊपर एफएसआय मर्यादित होती है. 60 फीट से छोटी सड़कों पर 2.4 जितना टीडीआर ही लागू हो सकता है. वही दक्षिण मुंबई और शहर के अन्य इलाकों में एफएसआई मर्यादित है. लेकिन अब नए कानून के अनुसार यदि एक छोटी सी सड़क के ऊपर भी 3000 स्क्वायर मीटर से बड़ा प्लॉट हो तो उसे पांच जितनी एफएसआय मिल सकती है.

इन दिनों कमर्शियल मार्केट में मंदी छाई हुई है. ऐसे में कमर्शियल इमारतों के लिए यह रास्ता खोल देने के चलते बड़े पैमाने पर मुंबई शहर में कमर्शियल निर्माण होंगे. सवाल यह भी खड़ा होता है कि क्या शहर की छोटी सडके, जटिल गटर व्यवस्था, पानी की कमी और सार्वजनिक यातायात के सीमित साधन, इतनी ऊंची इमारतों में काम करने वाले लोगों की जरूरतें पूरी कर पाएगीजिस हाताल मे सडके बीमार है, बिजली की कमी है, पानी कम आता है. एसेमे शहर की छोटी-छोटी इमारतो के बीच अचानक उंची इमारत खडी होने के चलते शहर के इन्फ्रास्ट्रक्चर पर बुरा असर पडेगा. 

यदि सरकार की चली तो इस कानून के तरह. ऊंची इमारते शहर के किसी भी कोने में किसी भी वक्त देखने को मिल जाएगी.


Sr. No.
Plot area excluding area to be handed over in lieu of Reservation / Designation in the DP except affected by proposed DP roads / Sanctioned RL under MMC act.
Maximum permissible FSI
1
Up to 2000 sq.m
3
2
Above 2000 and up to 3000 sq.m
4
3
Above 3000 sq.m
5Thursday, January 25, 2018

कैसे मिले तोगडीया का तोड?( हिन्दी सामना मे छपा हुआ मेरा लेख)

Link - 

http://epaper.hindisaamana.com/imageview_4087_112452536_4_71.html

क्या संघ परिवार की तमाम भगीनी शाखाओं में परिवर्तन की बयान जारी है?  क्या राष्ट्रीय स्वयंसेवक संघ के  माध्यम से अस्तित्व में आए महत्वपूर्ण संगठन के उद्देश्य और कार्यप्रणाली में अब बदलाव हो रहा है?  क्या विश्व हिन्दू परिषद में सब ठीक चल रहा है?  क्या शत प्रतिशत एफडीआई के फैसले को स्वदेशी जागरण मंच चुनौती नहीं देगा?

आज इतने सारे सवाल इसलिए पैदा हुए हैं क्योंकि केंद्र में पूर्ण बहुमत के साथ सत्ता में आने के बाद बीजेपी ने वो तमाम फैसले लेना शुरु कर दिया है जिसका वह एक जमाने मे विरोध कर रही थी. इन फैसलों का जो परिणाम होगा उसे लेकर संघ की कई सारी भगीनी संस्थाओ में चर्चा जारी है. खासकर स्वदेशी जागरण मंच.  कांग्रेस की सरकार के दौरान एफडीआई के भारत में प्रवेश पर इस संगठन नें पूरे देश में बवंडर खड़ा कर दिया था. लेकिन इस समय वह चुप है. प्रधानमंत्री नरेंद्र मोदी उस समय गुजरात के मुख्यमंत्री थे. उन्होंने भी एफडीआई का विरोध किया था लेकिन अब सत्ता में आने के बाद उन्होंने शत प्रतिशत एफडीआई के रास्ते खोल दिए.  इसी प्रकार जीएसटी, आधार कार्ड और मनरेगा के मसले पर बीजेपी की सरकार ने यु टर्न लिया है. बीजेपी के इस कदम पर संघ में कई वरिष्ठ नाराज नजर आ रहे हैं.  लेकिन सार्वजनिक रुप से सब चुप है. यहां तक की संघ की भगिनी संस्थाएं भी इन मुद्दों पर सरकार से ना तो सवाल पूछ रही है और ना ही विरोध कर रही है.  ऐसा लगता है कि सरकार के साथ-साथ इन संस्थाओं ने भी अपनी कार्यशैली,  नीति नियम और फैसलों में यू टर्न लिया है.  स्वदेशी के नाम पर देशभर में साहित्य बांटने वाले, हजारों करोड़ के बिजनेसमैन एसे योग गुरु बाबा रामदेव भी चुप है.     


इस समय बीजेपी के खिलाफ सिर्फ एक ही व्यक्ति जमकर बरस रहा है. वह है विश्व हिंदू परिषद के कार्यकारी प्रमुख डॉक्टर प्रवीण तोगड़िया.  जब से प्रवीण तोगड़िया ने प्रधानमंत्री नरेंद्र मोदी का सार्वजनिक विरोध शुरू किया है तब से चर्चा है कि प्रवीण तोगड़िया को अपना पद गवाना पड़ सकता है.  कई अखबारों में इस किस्म  की खबर भी छपी.  लेकिन यह इतना आसान नहीं.  विश्व हिंदू परिषद एक चैरिटेबल संस्था है.  जिस की शाखाएं विश्व के 75 से ज्यादा देशों में फैली है.  करीब 1 महीने पहले उड़ीसा में विश्व हिंदू परिषद की त्रिवार्षिक सभा हुई.  पहली बार अंतर्राष्ट्रीय कार्यकारी अध्यक्ष पद के लिए प्रवीण तोगड़िया के अलावा एक अन्य नाम भी लोगों के सामने सूचित किया गया.  जिस तरह से अन्य सभाओं में वोटिंग के दौरान हां या ना जवाब देना पड़ता है  उससे विपरीत विश्व हिंदू परिषद के कार्यक्रम में सहमत होने पर ओमयह उद्गार निकाले जाते हैं.  नया नाम प्रस्तुत होने के बाद जब डॉक्टर प्रवीण तोगड़िया के नाम पर वोटिंग हुई तो करीब 75 फ़ीसदी जितने  विश्व हिंदू परिषद के  पदाधिकारियों ने  ओमयह उद्गार निकाले. यानी प्रवीण तोगड़िया को इस पद पर बनने रहने का समर्थन मिला. विश्व हिंदू परिषद के कार्य अध्यक्ष चुनने के लिए संगठन के मंत्री, प्रांत मंत्री, क्षेत्र मंत्री, वोटींग करते है. इसके अलावा विदेश में बसने वाले वीएचपी के पदाधीकारी भी वोटींग करते है. यानी अब डॉक्टर प्रवीण तोगड़िया को उनके पद से हटाने के लिए अंतर्राष्ट्रीय स्तर पर तैयारियां करनी होगी.  


लेकिन संघ परिवार के भीतर ही भगिनी संस्थाओं के आला नेताओं की रंजिश काबू से बाहर दिख रही है. करीब 20 साल पहले जब प्रधानमंत्री नरेंद्र मोदी और डॉक्टर प्रवीण तोगड़िया दोस्त हुआ करते थे. उस बख्त केशु भाई पटेल  से अपना समर्थन वापस लेकर शंकर सिंह वाघेला की सरकार को समर्थन देने वाले विधायकों की धोती सरदार वल्लभ भाई पटेल स्टेडियम में सार्वजनिक रूप से खींच ली गई थी. इस मामले में डॉक्टर प्रवीण तोगड़िया के खिलाफ कानूनी कार्रवाई अब शुरू हुई है. राजस्थान पुलिस ने भी जो कार्रवाई की है वह कई साल पहले की घटना है.


गौर करने वाली बात यह है कि डॉक्टर प्रवीण तोगड़िया जब बीमार हुए तो उनका हाल-चाल पुछने बीजेपी के किसी नेता ने अस्पताल का चक्कर नहीं लगाया.  लेकिन हार्दिक पटेल पहुंच गए. एक निजी चैनल को दिए हुए इंटरव्यू में हार्दिक पटेल ने कहा कि गुजरात चुनाव के दौरान उन्हें प्रवीण तोगड़िया कई मुद्दो पर उनसे सहमत है. सद्बभावना उपवास से शुरु हुई मोदी और तोगडीया की दुश्मनी अब गुजरात में हर नुक्कड पर चर्चा का विषय बन चुका है.


सच बताएं तो विश्व हिंदू परिषद इस संस्था के माध्यम से हिंदुओं के एकत्रित और आक्रमक होने का संदेशा पूरी दुनिया को मिला था.  बाबरी मस्जिद के विध्वंस के बाद विश्व हिंदू परिषद का सदस्य बनने के लिए हिंदू युवाओं ने एक होड मची थी. प्रवीण तोगड़िया के बयानों को उस वक्त गंभीरता से लिया जा रहा था. अब अखबारो में एसी चर्चा है कि फरवरी महीने में प्रवीण तोगड़िया की विश्व हिंदू परिषद से छुट्टी होगी. फरवरी में संघ की कार्यसमिती की बैठक है, जिसमे यह बदवाव के संकेत मिल रहे है. संघ की इस बैठक में भगीनी संस्थाओ के विषय मे फैसला किया सकता है. लेकिन एक बात तय है कि प्रवीण तोगड़िया अकेले विश्व हिंदू परिषद से बाहर नहीं जाएंगे. बल्कि वह अपने साथ जुड़े हुए कहीं ऐसे तथ्य और जानकारी को लेकर बाहर आएंगे जिससे बीजेपी और संघ परिवार की अन्य शाखाओं में खलबली पैदा होगी.


Wednesday, January 17, 2018

તમારા મનમાં શું છે તેની જાણ પડોશીને નહીં, પણ ગૂગલને છે


  • પ્રતિષ્ઠીત અખબાર મુંબઈ સમાચાર માં મારો લેખ... જરુર વાંચો...
  • link -  

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=400766#.Wl8xQLk0oow.emailલોકો શું શોધે છે? શું તમને ખબર છે? તમારી બાજુમાં બેઠેલ વ્યક્તિ શું વિચારી રહી છે અને ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહી છે તેની તમને જાણકારી નહી હોય, પરંતુ ગૂગલ બધું જ જાણે છે. ગૂગલ આજની તારીખમાં ભારતનું સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન છે અને આ સર્ચ એન્જિનના એનાલિટિક્સ ઘણાં જ રસપ્રદ છે. સાચું કહીએ તો આ એનાલિટિક્સને જોવાથી આમજનતાની માનસિકતા શું છે તે જણાઈ આવે છે. અમુક સર્ચ તો એવાં છે કે તમે જાણીને દંગ રહી જશો..સ્વતંત્ર ભારતમાં ડિમોનેટાઇઝેશન એ આર્થિક સુધારાનું સૌથી મોટું પગલું હતું. સ્વાભાવિક છે તેના વિશે વધુ અને વધુ જાણકારી મેળવવા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર ૨૦૧૬માં જયારે સરકારે વિમુદ્રીકરણનું પગલું ઉઠાવ્યું ત્યારે ભારતીય લોકો ગૂગલ પર કાળાં નાણાંને ધોળા શી રીતે કરવા તેની કરામત શોધી રહ્યા હતા. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં હરિયાણા રાજ્યના લોકો પૈસા કાળા-ધોળા કરવાની તરકીબ ગૂગલ પર શોધી રહ્યા હતા, પરંતુ નવેંબરના બીજા અઠવાડિયાથી માંડી અને જાન્યુઆરી ૨૦૧૭ સુધી કાળાં નાણાંને ધોળા કરવાની તરકીબો શોધવામાં ગુજરાતે હરિયાણાને પાછળ પાડી દીધું. ભારતની બહુતાંશ જનતાને ડિમોનેટાઇઝેશન સંદર્ભે જાણકારી મેળવવામાં અમુક કલાકો સુધી જ રસ રહ્યો હતો. ગૂગલ ટ્રેન્ડની માહિતી મુજબ સાંજે ચાર વાગ્યા બાદ મોટાભાગના ભારતીય લોકો વિમુદ્રીકરણના સ્થાને ઑસ્કર એવૉર્ડ કોણે જીત્યો તે શોધવામાં વ્યસ્ત થઈ ગયા હતા. 

ખરું કહીએ તો ગૂગલના આ એનાલિટિક્સ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રતિબિંબ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના જ્યારે લગ્ન થઈ રહ્યા હતા, તે સમયે લોકોએ ઈન્ટરનેટ ઉપર સૌથી વધુ બંનેની ઉંમરનો તફાવત શોધવાની કોશિશ કરી. આખા ભારતમાં લોકો વિરાટ કોહલી વિશે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરી રહ્યા હતા જ્યારે કે ઉત્તર-પૂર્વનાં રાજ્યો અનુષ્કા શર્માને ઈન્ટરનેટ ઉપર શોધી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે ઉત્તર પૂર્વનાં ઘણાં ખરાં રાજ્યોમાં મહિલાઓને ઘરમાં પુરુષો જેટલોજ સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે. કદાચ આ જ કારણથી ઉત્તર-પૂર્વના રાજ્યમાં લોકો ઇન્ટરનેટ પર વિરાટ કોહલીના સ્થાને અનુષ્કા શર્માને શોધી રહ્યા હતા. ભારતીય માનસિકતા પ્રમાણે કોઈપણ લગ્ન સમયે છોકરા અને છોકરી વચ્ચેની ઉંમરનો શું તફાવત છે તે જાણવા લોકો ઉત્સુક હોય છે અને તે જ વસ્તુ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવામાં આવી. 

યોગી આદિત્યનાથ જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે સમયે લોકો યોગી આદિત્યનાથ કોણ છે તે વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના લોકો આ કામમાં મોખરે હતા, પરંતુ એક રસપ્રદ વિગત એવી પણ છે કે યોગી આદિત્યનાથ વિશે જે પહેલા પાંચ વાક્યો સર્ચ કરવામાં આવ્યાં તેમાં, ‘વાઈફ યોગી આદિત્યનાથઆ વાક્ય પણ મોખરે રહ્યું. કદાચ લોકો એ જાણવા ઉત્સુક હતા કે યોગી આદિત્યનાથ સાંસારિક જીવન પછી વૈરાગ્યના સ્થાને ચાલ્યા છે કે કેમ. 

ઈન્ટરનેટ ઉપર ગૂગલ, બિંગ, સફારી જેવા અનેક સર્ચ એન્જિન પ્રસિદ્ધ છે, પરંતુ લોકોની પહેલી પસંદ ગૂગલ છે. ગૂગલ સેક્ધડના અડધા ભાગમાં સંખ્યાબંધ સર્ચ રિપોર્ટ તમારા સ્ક્રીન સામે મૂકી દે છે. તમને ભલે એમ લાગતું હોય કે તમે જે સર્ચ કર્યું છે તે માત્ર તમે જાણો છો પરંતુ વાસ્તવિકતા એવી છે કે ગૂગલને બરાબર ખબર છે કે તમે શું કરી રહ્યા છો. પોતાના બ્રાઉઝર ઉપરથી સર્ચ હિસ્ટ્રીનો ડેટા ડીલીટ કરવાને કારણે તમારા કોમ્પ્યુટરમાંથી ડેટા ચાલ્યો જાય છે, પરંતુ ત્યાં સુધીમાં ગૂગલે એ વસ્તુ નોંધી હોય છે. આખા વિશ્ર્વમાંથી પ્રતિ સેક્ધડે ૪૦ હજાર લોકો ગૂગલ પર સર્ચ કરે છે. જ્યારે કે એક આખા દિવસ દરમિયાન ૩.૫ બિલીયન લોકો ગૂગલ સર્ચ કરે છે. પ્રાથમિક દૃષ્ટિએ આ માત્ર સર્ચ એન્જિન છે, પરંતુ તેના એનાલિટિક્સ પરથી વિશ્ર્વ આખું ભારતીયોની નાડ પારખી લે છે. જેની સૌથી પહેલી માહિતી ગૂગલ પાસે જ હોય છે. હવે એ દિવસ ગયા જ્યારે લોકોના મનમાં શું ચાલી રહ્યું છે તે સમજવા માટે દિવસો લાગી જતા. હવે પ્રતિ કલાક પ્રમાણે આ રિપોર્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ રિપોર્ટ શહેર અને રાજ્ય પ્રમાણે પણ દર્શાવવામાં આવે છે. જેથી અલગ-અલગ શહેરના લોકો અલગ અલગ વસ્તુઓ શોધી રહ્યાં હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. 

એક દિલચસ્પ સર્ચ એવી પણ છે ઈન્ટરનેટ ઉપર લોકો આજકાલ પદ્માવતી નામને લગતી માહિતીઓ શોધી રહ્યા છે, પરંતુ જ્યારે ફિલ્મ પદ્માવતીનું ટાઈટલ બદલીને પદ્માવત કરવામાં આવ્યું ત્યારે લોકોએ આ નામ ઇન્ટરનેટ પર શોધવાની જહેમત ઉઠાવી નહીં. શું આનો અર્થ એવો થાય છે કે લોકોને પદ્માવતી માં રસ છે પદ્માવતમાં નહીં? હાલ કહેવું કઠણ છે. જો આ જ ટ્રેંડ બોક્સ ઑફિસ ઉપર ચાલુ રહ્યો તો પદ્માવતીથી નામ બદલવાની કવાયત ફિલ્મ ડિરેકટરને ભારે પડી જશે.
Saturday, January 13, 2018

સદ્દામ હુસૈન નો રસોઈયો અને અલક-મલક ની વાતો...

આજથી 11 વર્ષ પહેલાં ૩૦ ડિસેંબર 2006 ના દિવસે ઇરાક ના પદભ્રષ્ટ પ્રમુખ સદ્દામ હુસૈન ને ફાંસી ના માચડે ચડાવ વા માં આવ્યા હતાં. સદ્દામ હુસૈન ઇરાક માટે સારા હોય કે ખરાબ પરંતુ ભારત સાથે તેમની મૈત્રી હમેશાં નિર્વિવાદિત રહી. સદ્દામ હુસૈન તેમની લક્જુરીયસ જિવન શૈલી માટે જાણીતા હતા. આજે સદ્દામ હયાત નથી પરંતુ તેમની સેવા માં હાજર એવા ઘણાય લોકો આજે વિશ્વ માં અલગ અલગ ઠેકાણે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમાંથી એક છે. માસ્ટર શેફ જોશેન કેર્ન. થોડા સમય અગાઉ તેઓ અમારી સાથે રુબરુ થયાં.જોશેન કેર્ન આજ-કાલ મલેશીયામાં મોજુદ છે, તેમના હાથ માં જાદુ છે. આ માસ્ટર શેફ પાસે ચટાકેદાર વ્યંજનો ની રેસિપી સિવાય બીજી ઘણી બધી દિલચસ્પ વાતો નો ખજાનો પણ છે, જેને કારણે ભોજન ની મજા બેવડાઇ જાય છે. આ જર્મન માસ્ટરશેફ મલેશિયા ની રાજધાની કુઆલાલંપૂરમાં બારજાયા કૉલેજ ઓફ હોસ્પિટાલિટી માં ડાઇરેક્ટર પદ પર કાર્ય રત છે અને વર્જિન પામ ઓયલ સાથે નવા નવા પ્રયોગ કરી તેને પ્રચારિત કરવા માં વ્યસ્ત છે. આખા વિશ્વ માં કુલ 425 વર્લ્ડ માસ્ટર શેફ છે. જેમાંથી ચાર માસ્ટર શેફ એશિયા માં કામ કરી રહ્યાં છે.  જોશેન કેર્ન તેમાના એક છે. તેમના હાથ થી બનેલું ભોજન ખાવા માટે રસિકો ની કોઈ કમી નથી. જોશેન ના હાથનું ખાવાનું ઇરાકના ભૂતપૂર્વ પ્રમુખ સદ્દામ હુસેન પણ ખાઈ ચુક્યા છે. ઈરાક અને ઇરાનના યુદ્ધ સમયે તેઓ ઇરાક માં મોજૂદ હતા.

 જોશેન કેર્ન અમારી માટે મશરુમ સલાડ અને અરબી વ્યંજન હોલીશેક બનાવી રહ્યા હતા. અમે તેમને સહજ રીતે પ્રશ્ન પૂછ્યો કે પહેલાં તમે ક્યાં કામ કરતા હતા”. તેમણે કહ્યું હું છેલ્લા 35 વર્ષથી વ્યંજનો બનાવું છું, જોકે હું સદ્દામ હુસૈન માટે પણ વ્યંજનો બનાવતો હતો”. “સદ્દામ હુસૈન….” અમારા મોઢામાંથી ઉદગારજનક રીતે આ નામ બહાર આવ્યું. હજી ભોજન બન્યું નહોતું એટલે અમે સદ્દામ હુસૈન વિષે વાતચીત ચાલુ રાખી. અમે પૂછ્યું તમે ઈરાક શી રીતે પહોંચી ગયા?” . જોશેન કેર્ન ના અનુભવી હાથ એ સમયે ટમેટા ના ઝીણા ઝીણા ટુકડા કાપવા માં વ્યસ્ત હતા. ટમેટા ને ફ્રાઈંગ પેન માં નાખી તેમણે કહ્યું, “હું મેરીયટ માટે કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટ હેઠળ મારે ઇરાક માં ફરજ બજાવવી પડી”. અમે પૂછ્યું, “તમે યુદ્ધ ના સમયે સદ્દામ ની સાથે હતા ઇરાક છોડીને ગયા નહીં?” ગરમ પાણીમાં કોબીનું એક પત્તું નાખતા તેઓએ જવાબ આપ્યો કે હું ઇચ્છત તો ઇરાક છોડી શકત પણ મારું મન માન્યું નહિ. મેં મારા જીવન ના અમૂલ્ય પાઠ ઈરાક માં જ ભણ્યા. સદ્દામ હુસૈન ને છોડવા નું મન નહોતું થતું”.


સદ્દામ હુસૈન પ્રત્યે નો આટલો પ્રેમ જોઈ અમે સમજી ચુક્યા હતા કે જોશેન પાસે ઘણી જાણ કારી છે. અમે કહ્યું, “ કંઈક દિલચસ્પ વાત જણાવો. ઈરાક - ઇરાન યુદ્ધ સમય ની”. આંગળી ગરમ પાણીમાં બોળીને પાણી ની ગરમી માપતા તેઓ ઊંચા અવાજમાં બોલ્યા. તમે પત્રકાર છો નેપરંતુ યુદ્ધ સમયે તમારા જેવા લોકો નું કોઈ જ કામ હોતું નથી, કિંમત તો કીડાઓ ની હોય છે. ઇરાક-ઈરાન વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હતુ, ત્યારે એવા વિચિત્ર અને એવા અવનવા હથિયાર લઇ ને વેપારી ઓ ઇરાક આવી પહોંચતા. અમારે તેમના માટે આખો ભોજન બનાવવું પડતું હતું. સદ્દામ હુસેન ના સૈનિક અને અત્યાધુનિક ટેકનોલોજી, મિસાઇલ ને કારણે અમારી હોટલ ને વિશેષ  સુરક્ષા મળી હતી. આ જ કારણ થી તમામ વેપારી ઓ અને સૈન્ય ના ઉચ્ચ હોદ્દેદાર અમારી હોટલ માં રોકવા આવતા. કેટલાક વેપારી ઓ બંદૂક વેંચવા આવતા તો કેટલાક દારુગોળા.. કેટલાક વેપારી ઓ ભાડાના સૈનિકો ને લઈ આવતા. પરંતુ એક વેપારી ઘણા પૈસા કમાયો અને તે ઘણી વિચિત્ર વસ્તુ પોતાની સાથે લઈને આવ્યો હતો. તે એવા પ્રકાર ના જમીન નીચે રહેનાર કીડા ઓ લઈને આવ્યો હતો કે જેમને જમીન ઉપર નાખ્યા બાદ પાણી નો છંટકાવ કર્યા પછી, આ કીડાઓ નાની-નાની સુરંગો વડે જમીનમાં ઊંડે સુધી ચાલ્યા જતા. આને કારણે જમીન પોચી થઇ જતી હતી, અખાત યુદ્ધ વખતે આ વેપારી એ સેંકડો-કરોડ ની કિંમત ના આવા કીડાઓ સદ્દામ હુસેન ને વેચ્યા હતા. સદ્દામ હુસેન ના સૈનિકો એ જે રસ્તે ઈરાક ની રણગાડી ઓ આવનાર હતી, ત્યાં આ કીડા ઓ મૂકી દીધા હતા. જેથી  રણ ગાડીઓ નાં પૈડાં જમીનમાં ખૂંપી જાય”.

તો આખા યુદ્ધ દરમ્યાન તમારી હોટલ પર એક એકેય તોપ ગોળો પડ્યો જ નહીં?”…. અમારામાં ના એક વ્યક્તિ એ આ પ્રશ્ન  પૂછ્યો.

હવે કોબી નું પત્તુ ઉકળતા પાણીમાં ઢીલું થઈ ચૂક્યું હતું. જોશેન લીલા મરચા ને ચીરી રહ્યો હતો, ટામેટા ની ગ્રેવી અને રશિયન વનસ્પતિ ને મેળવી તેણે ઓવનમાં આ ત્રણેય વસ્તુ ને ગરમ કરવા મૂકી. હસતા હસતા તેણે કહ્યું... ડિફેન્સ ગમે તેટલો મજબૂત હોય, એટેક તો હંમેશા થવાનો જ છે. અમારી હોટલ ઉપર પણ તોપગોળા પડ્યાં.  પરંતુ મારો અને મારા સાથીદાર નો આબાદ બચાવ થયો. મારો સાથીદાર ઘવાયો હતો અને હું ઘણો જ ગભરાયેલો હતો. તમને વિશ્વાસ નહીં થાય પરંતુ અમારા ઘાયલ થયાના સમાચાર સદ્દામ હુસૈન ને મળતા જ તેઓએ ફોન ઉપર ખબર-અંતર પૂછ્યા. સાંજે મળવા પણ આવ્યા”. અમે પૂછ્યું તો તમે સદ્દામ ને મળ્યા છો એમને?”  તેણે કહ્યું, “હું સદ્દામ ની ફેવરીટ ડિશ એટલે કે ભરેલું બકરું બનાવવા માં માહેર છું. જે રીતે ભારત માં ભરેલા રીંગણા બનાવવા માં આવે છે, તે જ રીતે બકરા ના શરીરમાં મસાલો ભરી તેને બાફી અને રાંધવામાં આવે છે. સદ્દામ હુસૈન આના ઘણા શોખીન હતા. તેઓ ઘણીવાર મારી પાસે આ બનાવડાવતા”.

તો પછી દિવસ આંખો યુદ્ધ ચાલતું?”  અમે પૂછ્યું.. જરાય  નહીં”  તેમણે કહ્યું.  ઈરાક અને ઈરાનના યુદ્ધ સમયે અને વણલખાયેલા નિયમો હતા. નમાજના સમયે યુદ્ધ આપોઆપ બંધ થઈ જતું. બપોરે જ્યારે ગરમી ઘણી વધી જાય ત્યારે બંને પક્ષે યુદ્ધ માં વિરામ લેવાતો. પરંતુ રાત આખી વિમાન ની ઘરેરાટી અને તોપગોળા ના અવાજો વચ્ચે વિતતી હતી”. હવે વાનગી લગભગ બની ને તૈયાર થઈ ગઈ હતી. અમે જોશેન ને પૂછ્યું સદ્દામ હુસૈન એક વ્યક્તિ તરીકે કેવો હતો?” એક ક્ષણ પણ અટક્યા વગર તેમણે જવાબ આપ્યો, “ સદ્દામ ખરેખર એક સારા વ્યક્તિ હતા. ઘણા જ વિનમ્ર અને નિખાલસ. પરંતુ તેલના ખેલમાં તેઓ અટવાઈ ગયા. તેમના મૃત્યુનું મને દુઃખ છે”.

વાનગી બનીને તૈયાર થઈ ગઈ હતી. એક ફેશનેબલ ઢબથી અમને પીરસવામાં આવી. અમે વ્યંજનનો સ્વાદ ભરપૂર માણ્યો. પરંતુ આ માસ્ટર શેફ સાથે થયેલી વાતચીત એક વ્યંજનથી કંઈ ઓછી નહોતી.