ગુજ્જુભાઈ રોક્સ.. ઇન્ટરવલ બાદ ની ફિલ્મ જોઇ તમે કહેશો.. લેટ્સ વોચ ઇટ વન્સ મોર..

 

માણવા લાયક શું? 

ફીલ્મ માત્ર ત્રણ વસ્તુ માણવા લાયક છે. ૧. ચુસ્ત ડાઈલોગબાજી ૨. વિપુલ વિઠલાણી ની એક્ટીંગ ૩. પ્રીયંકા ની કામણગારી અદાઓ. 

ફીલ્મ ની વાર્તા

બે કલાક ની હળવાશ ભરી ફિલ્મ ની વાર્તા પતી,પત્ની અને 'વો' પર આધારીત છે.  ચાંદની ની ખુબસુરતી થી અંજાયેલા અને પોતાના શુષ્ક લગ્ન જીવન માં આગ પેટાવવા તણખલો ઉધાર લેવા ગયેલા  વિપુલ વિઠલાણી એટલે કે જયંત કંસારા આબાદ ફસાય છે અને તેમાંથી છટકવાની પ્રયાસ કરે છે. ફિલ્મ ની વાર્તા પાંચ એક્ટરોની આસપાસ વિંટળાયેલી છે. ટુંકા અને રમૂજ ડાઇલોગ્સ દર્શક ને હસાવવામાં સફળ છે. 

ફિલ્મ નો તણખો

પ્રીયંકાની એક્ટીંગ નો તણખો દર્શક ને સતત જકડી રાખે છે. ફુલ ફટાકડી ચાંદની એટલે કે પ્રીયંકા નો ડાન્સ જોવા લાયક છે. ફીલ્મ ના ગીતો સરસ છે - સાંભળ્યા બાદ ગુનગુનાવા નું મન થાય તેવા છે.  એક 'રોકીંગ' ગીત પણ છે - ગુજરાતી ફિલ્મ મા આવા અઘરા અખતરા ઓછા જોવા મળે છે. ઇન્ટરવલ બાદ ની ફિલ્મ દર્શક ને જકડી રાખે છે. 

ઉણપો

ફિલ્મ ના ફર્રસ્ટ હાફ મા ડબીંગ, કેમેરા વર્ક અને નાની મોટી ઊણપો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. 

રેટીંગ

આ ફીલ્મ ને મારા જેવો કંજૂસ પત્રકાર ૫ માથી ૩ સ્ટાર આપશે. પહેલા હાફ ના ૨.૫ માથી માત્ર ૧ અને ઇન્ટરવલ પછી ના ભાગ ના ૨.૫ માથી ૨. 

Comments

Popular posts from this blog

महाराष्ट्र चे मुख्यमंत्री - 1960 ते आज पर्यंत

गुजरात की राजनैतिक नसबंदी, हम एक ( राज्य) हमारे दो ( राजनैतिक दल).